NDA ના વિરોધમાં આ લોકોએ ભેગા મળીને 'પટારો' બનાવ્યો છે: PM મોદી
પીએમ મોદીએ આજે બિહારની ચૂંટણીના પ્રચારમાં એન્ટ્રી કરી. સાસારામમાં રેલી સંબોધ્યા બાદ ગયામાં પણ રેલી સંબોધી.
Trending Photos
ગયા: પીએમ મોદીએ આજે બિહારની ચૂંટણીના પ્રચારમાં એન્ટ્રી કરી. સાસારામમાં રેલી સંબોધ્યા બાદ ગયામાં પણ રેલી સંબોધી. પીએમ મોદીએ કહ્યું કે આ વખતે બે કારણોથી બિહારની ચૂંટણી મહત્વની છે. એક તો કોરોના મહામારી વચ્ચે આ પહેલી ચૂંટણી છે જ્યાં આટલી મોટી સંખ્યામાં મતદાન થવાનું છે. આથી બધાની નજર એ વાત પર છે કે પોતાને સુરક્ષિત રાખીને બિહાર લોકતંત્રને કેવી રીતે મજબૂત રાખે છે. બીજી એ કે આ ચૂંટણી આ દાયકામાં બિહારની પહેલી ચૂંટણી છે. NDAની જીત સાથે જ આ ચૂંટણી બિહારની ભૂમિકાને વધુ મજબૂત કરશે.
તેમણે કહ્યું કે 90ના દાયકામાં બિહારના લોકોનું અહિત કરાયું. બિહારને અરાજકતા અને અવ્યવસ્થાના કેવા દળદળમાં ધકેલી દેવાયું તે તમારામાંથી મોટાભાગનાએ અનુભવ કર્યો છે. આજે પણ બિહારની અનેક સમસ્યાઓના મૂળમાં 90ના દાયકાની અવ્યવસ્થા અને કુશાસન છે. આ એ દોર હતો જ્યારે લોકો કોઈ ગાડી ખરીદતા નહતા. જેથી કરીને એક રાજકીય પક્ષના કાર્યકર્તાઓને તેમની કમાણીની જાણ ન થાય. આ એ સમય હતો કે જ્યારે એક શહેરમાંથી બીજા શહેરમાં જતા સમયે એ પણ ખબર નહતી કે તે શહેરમાં પહોંચશે કે પછી રસ્તામાં જ અપહરણ થઈ જશે.
પીએમ મોદીએ કહ્યું કે આ એ સમય હતો કે જ્યારે વીજળી સંપન્ન પરિવારોના ઘરમાં હતી, ગરીબોના ઘરમાં દીવડાના ભરોસે રહેતા હતા. આજના બિહારમાં લાલટેનની જરૂરિયાત ખતમ થઈ ગઈ છે. આજે બિહારમાં દરેક ગરીબના ઘરમાં વિજળી કનેક્શન છે. અજવાળુ છે. તેમણે કહ્યું કે આજના બિહારમાં એન્જિનિયરિંગ કોલેજ, મેડિકલ કોલેજ, IIT, IIM જેવી સંસ્થાઓ ખોલવામાં આવી રહી છે. અહીં બૌધીગયામાં પણ IIM ખુલી છે જેના પર સેંકડો કરોડ રૂપિયા ખર્ચ થયા છે. નહીં તો બિહારે એ સમય પણ જોયો હતો કે જ્યારે અહીંના નાના નાના બાળકો શાળાઓ માટે તરસી જતા હતાં.
NDA के विरोध में इन लोगों ने मिलकर जो ‘पिटारा’ बनाया है, जिसे ये लोग महागठबंधन कहते हैं, उसकी रग-रग से बिहार के लोग वाकिफ हैं।
वो लोग जो नक्सलियों को, हिंसक गतिविधियों को खुली छूट देते रहे, आज वो NDA के विरोध में खड़े हैं।
- पीएम @narendramodi #BiharWithNamo
— BJP (@BJP4India) October 23, 2020
પ્રધાનમંત્રીએ કહ્યું કે ગત વર્ષોમાં બિહારના આ ભાગને નક્સલીઓના આતંકથી મુક્તિ અપાવવા માટે આકરા પગલાં લેવાયા છે. હવે નક્સલવાદને દેશના નાના ભાગ સુધી સમેટી દેવાયો છે.
NDAના વિરોધમાં આ લોકોએ મળીને બનાવ્યો 'પટારો'
પીએમએ કહ્યું કે એનડીએના વિરોધમાં આ લોકોએ મળીને જે પટારો બનાવ્યો છે, જેના આ લોકો મહાગઠબંધન કહે છે, તેની નસ નસથી બિહારના લોકો વાકેફ છે. એ લોકો જે નક્સલીઓને હિંસક ગતિવિધિઓ માટે ખુલ્લી છૂટ આપે છે, આજે તેઓ NDAના વિરોધમાં ઊભા છે.
પહેલા દરેક જગ્યાએ કૌભાંડ
પ્રધાનમંત્રીએ કહ્યું કે પહેલા રાશન હોય, ગેસ સબસિડી હોય, પેન્શન હોય, સ્કોલરશિપ હોય દરેક જગ્યાએ કૌભાંડ ચાલતા હતાં. હવે આધાર, ફોન, અને જનધાન ખાતા સાથે બધુ જોડાઈ ગયું છે. હવે ગરીબને તેનો પૂરો હક સમય પર મળવો સુનિશ્ચિત થયો છે. ગત વર્ષોમાં ગરીબ, વંછિત, દલિત, શોષિત, પછાત, અતિ પછાતના સશક્તિકરણ માટે એક પછી એક મોટા સુધારા કરાયા. હવે ગરીબો અને વંછિતોને તેમના હકનો પૂરેપૂરો લાભ અપાવવાના પ્રયત્નો થાય છે. સુશાસન માટે ટેક્નોલોજીને આધાર બનાવવામાં આવ્યો છે.
देश को तोड़ने की, देश को बांटने की वकालत करने वालों पर जब एक्शन लिया जाता है, तो ये लोग उनके साथ खड़े हो जाते हैं।
इन लोगों का मॉडल रहा है बिहार को बीमार और लाचार बनाना।
— BJP (@BJP4India) October 23, 2020
પીએમ મોદીએ કહ્યું કે જે આશાઓ અને અપેક્ષાની સાથે અમને કેન્દ્રમાં તક આપી તેને તેજીથી પૂરા કરવા માટે બિહારમાં ફરીથી ભાજપ, જેડીયુ, હમ પાર્ટી અને વીઆઈપી પાર્ટીનું ગઠબંધન એટલે કે NDA જરૂરી છે. વિરોધીઓ પર આકરા પ્રહારો કરતા તેમણે કહ્યું કે દેશને તોડવાની, દેશને વહેંચવાની વકિલાત કરનારા પર જ્યારે કાર્યવાહી થાય છે તો આ લોકો તેમની સાથે ઊભા થઈ જાય છે. આ લોકોનું મોડલ રહ્યું છે કે બિહારને બીમાર અને લાચાર બનાવવું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે